FIH હોકી 5 એસ મહિલા વિશ્વકપની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે
Live TV
-
ઓમાનના મસ્કત ખાતે રમાઈ રહેલી FIH હોકી 5 એસ મહિલા વિશ્વકપની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે નવ વાગીને પચાસ મિનિટે શરૂ થશે. ભારતે ગઈકાલે સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 6-3થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત તરફથી અક્ષતા અબાસો ઠેકલે, મરિયાના કુજુર, મુમતાઝ ખાન, રૂતુજા દાદાસો પિસાલ, જ્યોતિ છત્રી અને અજીમા કુજુરે ગોલ કર્યા હતા જ્યારે દક્ષિણ આફ્રિકા તરફથી તેશોન ડી લા રે, ટોની માર્ક્સ અને ડર્કી ચેમ્બરલેન ગોલ કર્યા હતા.
