Skip to main content
Settings Settings for Dark

મોરબીના આયુર્વેદાચાર્ય પ્રોફેસર ડૉ. દયાલજીભાઈ પરમારની ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરાઈ

Live TV

X
  • મોરબી જિલ્લાના મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ તીર્થધામ ટંકારા સ્થિત આયુર્વેદાચાર્ય પ્રોફેસર ડોક્ટર દયાલજીભાઈ પરમારની ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. સમગ્ર આર્ય સમાજમાં તેઓ દયાલ મુનિ તરીકે મુક પ્રેરક સેવાથી જાણીતા છે. દયાલજીભાઈ રાત્રે સિલાઈ કામ કરતા અને દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને સંસ્કાર આપતા. જામનગર ખાતે શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ યુનિવર્સિટીમાં પોતાની દીર્ઘકાલીન સેવા સાથે તેઓએ આયુર્વેદ પર લખેલા વીસ જેટલા પાઠ્ય પુસ્તકો આજે પણ આયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ રૂપે ચાલી રહ્યા છે. હાલમાં તેઓ ટંકારા મહર્ષિ દયાનંદ ગુરુકુળ ટ્રસ્ટ સંચાલિત આયુર્વેદ દવાખાનામાં આજીવન નિશુલ્ક સેવા આપી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply