G3Q ક્વિઝ સ્પર્ધામાં ગુજરાતભરમાં ધોરણ 10 જેનીશ નારીગરા પ્રથમ ક્રમાંકે, CMના હસ્તે 3 લાખનો રોકડ પુરસ્કાર એનાયત
Live TV
-
G3Q ક્વિઝ સ્પર્ધામાં રાજ્યભરમાં વડીયા શહેરનો ધોરણ 10 નો વિદ્યાર્થી જેનીશ નારીગરા પ્રથમ ક્રમાંકે આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ત્રણ લાખ રૂપિયાનો પુરસ્કાર અને મોમેંન્ટો એનાયત કરાયા છે..અમરેલી જિલ્લાના વડીયાની સૂરગ વાળા હાઇસ્કુલમાં અભ્યાસ કરતા જેનીશ નારીગરા ખુબજ સામાન્ય પરિવારમાંથી આવે છે.. તેઓના પિતા મુખ્ય બજારમાં ચાની દુકાન ચલાવે છે.. જેનીશ નારીગરાને પુરસ્કાર પ્રાપ્ત થતાં સમગ્ર પરિવાર અને પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો..
રાજ્યભરમાં ક્વિઝ કોન્ટેસ્ટમાં નામ રોશન કરીને પ્રથમ ક્રમાંકે આવી વડીયા શહેરની સૂરગવાળા હાઇસ્કુલનું નામ ઉજળું સાબિત કરનાર જેનીશ નારીગરાના પિતા સહિત પરદાદા ચાર પેઢીથી ચા ની કીટલી ચલાવે છે. નાના પરિવારનો દીકરો રાજ્યભરમાં પ્રથમ આવવા સાથે મુખ્યમંત્રીના વરદ હસ્તે 3 લાખનો પુરસ્કાર જીતતા દિવાળી નો તહેવાર નારીગરા પરિવારમાં બેવડાઈ ગયો છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ના વરદહસ્તે જ્ઞાન G3Q જી 3 ક્વિઝ ની ઑનલાઇન પરીક્ષાઓના પરિણામો જાહેર થયા ત્યારે આશ્ચર્ય વચ્ચે અમરેલી જિલ્લાના વડીયા ની સૂરગ વાળા હાઇસ્કુલનો ધોરણ 10 નો વિદ્યાર્થી જેનીશ નારીગરાનું નામ જાહેર થતાં જ વડીયામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો જ્યારે જેનીશ નારીગરા ના પિતા વડિયાની મેઇનબજારમાં ચા ની કીટલી ચલાવે છે ને ચાની કીટલી ધરવતા પિતાનો પુત્ર જેનીશ નારીગરા ને સરકાર દ્વારા 3 લાખનો રોકડ પુરસ્કાર અને મોમેંન્ટો આપવામાં આવો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે જ એનાયત થવાની ખુશી જેનીશ નારીગરામાં ખુશહાલી જોવા મળતી હતી. તાલુકા કક્ષાની રમતોમાં પ્રથમ ક્રમાંક મેળવીને જિલ્લા કક્ષા બાદ રાજ્યકક્ષાની G3Q જી 3 ક્વિઝ માં જેનીશ નારીગરા એ મેદાન માર્યું હતું. પિતા અને પરિવારની આંખોમાં હરખની હેલી જોવા મળી હતી
