Skip to main content
Settings Settings for Dark

Gen-Z થીમ સાથે પોસ્ટ વિભાગનું આધુનિકીકરણ, આઈઆઈટી ગાંધીનગર માં શુભારંભ

Live TV

X
  • ગુજરાતની પ્રથમ Gen-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસનો શુભારંભ IIT ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો છે. આ નવીનીકૃત પોસ્ટ ઓફિસ કેન્દ્રીય સંચાર મંત્રીની દેશવ્યાપી પહેલનો ભાગ છે, જેનો હેતુ યુવાનોની જરૂરિયાતો અનુસાર પોસ્ટ વિભાગની સેવાઓને વધુ આધુનિક, સુલભ અને ટેક્નોલોજી-સંચાલિત બનાવવાનો છે.

    ભારતીય પોસ્ટ વિભાગે આધુનિકીકરણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં ગુજરાતની પ્રથમ Gen-Z થીમ આધારિત નવીનીકૃત પોસ્ટ ઓફિસનો આઈઆઈટી ગાંધીનગર (IIT-G) ખાતેથી શુભારંભ કર્યો છે. પોસ્ટ ઓફિસની સેવાઓને યુવા પેઢી સાથે વધુ નજીકથી જોડવાના રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે આ પોસ્ટ ઓફિસ વિકસાવવામાં આવી છે.

    ગુજરાતના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવળેશ્વરકર અને આઈઆઈટી ગાંધીનગરના નિદેશક પ્રો.રજત મુનાના હસ્તે આ નવીનીકૃત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે 'IITGN: ગુજરાતનું પ્રથમ Gen-Z વિષયક ડાકઘર' પર એક વિશેષ પોસ્ટ કવર અને પોસ્ટ ઓફિસનું સ્થાયી ચિત્રાત્મક વીરૂપણ પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

     પોસ્ટ ઓફિસ બની વિદ્યાર્થી-કેન્દ્રિત અને જીવંત

    કેન્દ્રીય સંચાર મંત્રી  જ્યોતિરાદિત્ય સિંધિયાના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ પહેલનો મુખ્ય હેતુ પોસ્ટ ઓફિસને જીવંત અને વિદ્યાર્થી-કેન્દ્રિત બનાવવાનો છે, જેથી જનરેશન-Z(Gen-Z)પેઢી તેની સાથે વધુ સારી રીતે જોડાઈ શકે. રાષ્ટ્રીય પહેલના ભાગરૂપે આગામી 15 ડિસેમ્બર 2025 સુધીમાં દેશના વિવિધ શૈક્ષણિક કેમ્પસમાં આવેલી 46 પોસ્ટ ઓફિસોનું નવીનીકરણ કરવામાં આવશે.

    ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ સાવળેશ્વરકરે જણાવ્યું હતું કે, આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસ યુવાનોની સર્જનાત્મકતા, આધુનિક વિચારસરણી અને પ્રૌદ્યોગિક અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આઈઆઈટી-જીના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીથી આ પોસ્ટ ઓફિસની ડિઝાઈન Gen-Z વાયબ્સ અને સંસ્કૃતિને સંપૂર્ણપણે પ્રતિબિંબિત કરે છે.

    આધુનિક સુવિધાઓથી સજ્જ પોસ્ટ ઓફિસ

    પોસ્ટમાસ્ટર જનરલ  કૃષ્ણ કુમાર યાદવે નવીનીકૃત પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી આપી હતી. આ Gen-Z પોસ્ટ ઓફિસમાં વાઈ-ફાઈ, કાફેટેરિયા, મિની લાઈબ્રેરી, પાર્સલ પેકેજિંગ સેવાઓ, કયુઆર આધારિત ડિજિટલ પેમેન્ટ તેમજ વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટમાં છૂટ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

    આઈઆઈટી ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મૂનાએ પોસ્ટ વિભાગની આ પહેલની પ્રશંસા કરતાં કહ્યું કે, આ પોસ્ટ ઓફિસ વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓનો લાભ લેવામાં મદદરૂપ થશે. વિદ્યાર્થીઓ દ્વારા રચાયેલ “ટ્રી ઓફ લાઇફ ઓફ IITGN” ભીંતચિત્ર કેમ્પસની સમૃદ્ધ જૈવવૈવિધ્યતા અને પર્યાવરણીય તંત્ર સાથેના તેના ગાઢ સંબંધનું પ્રતીક છે.

    નવીનીકૃત આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસ હવે યુવાઓના સશક્તીકરણ, સંસ્થાગત સહકાર અને જનસેવાના આધુનિકીકરણનું પ્રતીક બની ગયું છે. આ પ્રસંગે પોસ્ટ ઓફિસની ડિઝાઇનમાં યોગદાન આપનાર વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply