ICDS વિભાગના સહકારથી મહિલા કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરાયું
Live TV
-
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટાયેલી મહિલાઓ તથા અન્ય શહેરી મહિલાઓને મહિલા વિષયક કાયદાઓ અને મહિલા સશક્તિકરણ અંગેની યોજનાની જાણકારી આપી.
જામનગરના મ્યુનિસિપલ ટાઉનહોલમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા પંચાયતના ICDS વિભાગના સહકારથી મહિલા કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટાયેલી મહિલાઓ તથા અન્ય શહેરી મહિલાઓને મહિલા વિષયક કાયદાઓ અને મહિલા સશક્તિકરણ અંગેની યોજનાની જાણકારી આપી હતી. આ માહિતી રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય, સુષ્મા શાહુ, તેમજ ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબહેન અંકોલીયાએ આપી હતી. મહિલા કાયદાકીય જાગૃતિ શિબિરમાં ડીડીઓ પ્રશસ્તિ પારિક, મેયર હસમુખ જેઠવા તેમજ જિલ્લા પંચાયતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
