Skip to main content
Settings Settings for Dark

NID ખાતે આજથી ‘અલ્પવિરામ’ આંતરરાષ્ટ્રીય યુવા ફિલ્મ મહોત્સવનો આરંભ

Live TV

X
  • આ વખતના અલ્પવિરામ ફિલ્મ મહોત્સવમાં ઓફ થર્ટી-30 સ્પર્ધા યોજાશે.

    દેશ વિદેશના યુવા ફિલ્મ નિર્માતાઓને મંચ પૂરા પાડતા અલ્પવિરામ આંતરરાષ્ટ્રીય યુવા ફિલ્મ મહોત્સવનો આજથી અમદાવાદની એનઆઈડી ખાતે આરંભ થશે. આજથી 12મી નવેમ્બર દરમિયાન યોજાનાર આ ફિલ્મ મહોત્સવમાં યુવા ફિલ્મ નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મો દર્શાવવામાં આવશે. આ ઉપરાંત ફિલ્મો સાથે જોડાયેલા નિષ્ણાતોના વક્તવ્યો અને પ્રદર્શનનું પણ આયોજન કરાશે. આ વખતના અલ્પવિરામ ફિલ્મ મહોત્સવમાં ઓફ થર્ટી-30 સ્પર્ધા યોજાશે. જેમાં 30 વય સુધીના પ્રતિભાશાળી યુવા નિર્માતાઓ, ત્રીસ મિનીટ માટેની શોર્ટ ફિલ્મો પ્રસ્તુત કરી શકશે. આ વર્ષે અલ્પવિરામ ફિલ્મ મહોત્સવમાં “સિનેબજાર” નામની ઇવેન્ટનો ઉમેરો કરાયો છે. જેમાં યુવ ફિલ્મ નિર્માતાઓને મંચ પૂરૂ પાડવા ઊપરાંત સર્જનાત્મક પ્રોજેક્ટ માટે આર્થિક ભંડોળ એકત્રીકરણની તક અપાશે.  એવી જ રીતે આ વર્ષના છઠ્ઠા અલ્પવિરામમાં સાઉન્ડ આર્ટીસ્ટ નેરેટિવ એન્ડ સાઉન્ડ એક્સપરીમેન્ટ જેવા ક્ષેત્રની સ્પર્ધાઓ યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply