આવતીકાલે 8મી નવેમ્બરે ગુરૂ નાનકદેવજીના પ્રકાશપર્વની ઉજવણી કરવામાં આવશે
Live TV
-
રાજ્યમાં આવતીકાલ 8મી નવેમ્બરે ગુરૂ નાનકદેવજીના પ્રકાશપર્વની ઉજવણી ધાર્મિક આસ્થા સાથે પરંપરાગત રીતે કરવામાં આવશે.
નાનકદેવજીના પ્રકાશવર્ષની ઉજવણી નિર્મિત્તે આવતીકાલે અમદાવાદના થલતેજ ખાતેના ગુરૂદ્વારા ગોવિંદ ધામ સહિત રાજ્યના ઘણા ગુરૂદ્વારાઓમાં વહેલી સવારથી શબદ કિર્તન, ભજન તથા ગુરૂ કા લંગરનું આયોજન કરાશે.
અમદાવાદના ગુરૂદ્વારા ગોવિંદ ધામ સહિત ઘણા નાના મોટા ગુરૂદ્વારાઓમાં રોશની કરવામાં આવી છે. નાનકદેવજીના પ્રકાશવર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં ગુરૂગ્રંથ સાહેબ સાથેની શોભાયાત્રા ગઈકાલે યોજાઈ ગઈ. ગુરૂદ્વારા ગોવિંદધામથી શરૂ થયેલી આ શોભાયાત્રા પશ્વિમ અમદાવાદના નિયત માર્ગ ઉપર ફરીને ગોવિંદધામ ગુરૂદ્વારા પાછી ફરી હતી. આ શોભાયાત્રામાં કીર્તન મંડળીઓ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
