Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ ભૂજમાં બનેલી કે. કે પટેલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનું વર્ચ્યુલી ઉદ્ધાટન કર્યુ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સથી ભૂજમાં સુપર સ્પેશ્યાલીટી ચેરીટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિતના નેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા કચ્છમાં કે. કે. પટેલ સુપર સ્પેશીયાલીટી ચેરીટી હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ હોસ્પિટલનું નિર્માણ કચ્છી પટેલ લેવા સમાજ ભૂજ દ્વારા કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલ સમગ્ર કચ્છમાં પ્રથમ ધર્માર્થ સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ છે. આ 200 બેડની હોસ્પિટલમાં દર્દીઓને સુપર સ્પેશીયાલીટી સેવા જેમ કે ઇન્ટરવેશનલ કાર્ડિયોલોજી, કાર્ડીયોથોરેસીક સર્જરી, તેમજ વિવિધ જાતની રેડિએશન ઓન્કોલીજી, નેફરોલોજી, યુરોલોજી, તેમજ જોઇન્ટ રીપ્લેસમેન્ટ તેમજ અન્ય સહાયક સેવાઓ જેમકે આધુનિક લેબોરેટરી, રેડિયોલોજી સેવાઓ ઉપલબ્ધ બનશે. આ વિસ્તારના લોકોને સસ્તી કિંમતે સ્પેશીયાલીટી સેવાઓ ઉપલબ્ધ બનશે.

    આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં કે. કે પટેલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ માટે કચ્છના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, કચ્છને ટુરિઝમ હબ બનાવવામાં કચ્છવાસીઓનો મોટો ફાળો છે. ત્યારે હવે મૂળ કચ્છના લોકો જે વિદેશમાં રહે છે તેઓ 5 વિદેશીઓને કચ્છના પ્રવાસે મોકલે જોથી પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થઈ શકે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply