PNGના ગ્રાહકો માટે સરકારનો કડક આદેશ, બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરો
Live TV
-
રાજ્યમાં રાંધણ ગેસ (LPG) અને પાઈપલાઈન ગેસ (PNG) ના વિતરણને વધુ પારદર્શક અને જરૂરિયાત આધારિત બનાવવા માટે ગુજરાત સરકારે નવી ગાઈડલાઈન જારી કરી છે. પુરવઠા વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી એસેન્શિયલ સર્વિસ (જરૂરી સેવાઓ) ને પ્રાથમિકતા આપવામાં આવી છે.
યુદ્ધના માહોલ અને ઉર્જા સંકટને પહોંચી વળવા ગુજરાત સરકારે રાજ્યમાં ઉપલબ્ધ ગેસ અને કેરોસીનના જથ્થાને યોગ્ય રીતે વિતરિત કરવા માટે સત્તાવાર 'પ્રેશ નોટ' જારી કરી છે. આ નવા માળખાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતા અને અતિ આવશ્યક સેવાઓને કોઈ અવરોધ વિના ઈંધણ પૂરું પાડવાનો છે.
૧. અતિ આવશ્યક સેવાઓ: ૧૦૦% પૂરવઠાની ગેરંટી
સરકારે સ્પષ્ટ કર્યું છે કે માનવીય જીવન અને ભવિષ્ય સાથે જોડાયેલી સંસ્થાઓને કોઈપણ પ્રકારનો કાપ સહન કરવો પડશે નહીં.
-
આરોગ્ય ક્ષેત્ર: તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને તેમની કુલ જરૂરિયાતના 100% મુજબ ગેસ ફાળવવામાં આવશે.
-
શિક્ષણ અને સમાજ સેવા: શૈક્ષણિક સંસ્થાઓ, રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમો, અનાથ આશ્રમો અને અંધજન મંડળ જેવી માનવતાવાદી સંસ્થાઓને પણ 100% જથ્થો પૂરો પાડવામાં આવશે.
૨. ઔદ્યોગિક અને ઉત્પાદન ક્ષેત્ર: 30% નો કાપ
આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન સાથે જોડાયેલા ઉદ્યોગો માટે 70% પુરવઠાની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
-
ફાર્માસ્યુટિકલ અને ડેરી: દવા અને દૂધ જેવી જરૂરિયાતોને ધ્યાને રાખી ફાર્મા અને ડેરી ઉદ્યોગને 70% ગેસ અપાશે.
-
કૃષિ સંલગ્ન: સીડ પ્રોસેસિંગ (બિયારણ) ઉદ્યોગને પણ આ યાદીમાં રાખી 70% જથ્થો ફાળવાશે.
-
પરિવહન કેન્ટીન: એરલાઇન અને રેલવેની કેન્ટીનોને પણ 70% ના સ્લેબમાં રાખવામાં આવી છે.
૩. કોમર્શિયલ અને લક્ઝરી વપરાશ પર મોટો અંકુશ
બિન-જરૂરી કે વૈકલ્પિક વ્યવસ્થા ધરાવતા ક્ષેત્રો માટે પુરવઠામાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે.
-
હોટલ અને રેસ્ટોરન્ટ: હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા અને ફૂડ પ્રોસેસિંગ યુનિટોને તેમની જરૂરિયાતના માત્ર 10% જથ્થો જ ફાળવવામાં આવશે.
-
કોર્પોરેટ સેક્ટર: કોર્પોરેટ હાઉસ, ઇન્ડસ્ટ્રિયલ કેન્ટીન અને ગેસ્ટ હાઉસ માટે પણ 10% ની મર્યાદા લાગુ રહેશે.
-
મત્સ્યોદ્યોગ: ફિશરીઝ ઇન્ડસ્ટ્રી માટે પણ 10% ફાળવણીની સૂચના અપાઈ છે.
૪. PNG ગ્રાહકો માટે કડક આદેશ: "એક ઘર, એક કનેક્શન"
શહેરી વિસ્તારોમાં જ્યાં પાઈપલાઈન ગેસ (PNG) સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં સરકાર હવે બેવડી સુવિધા ચલાવી લેવા માંગતી નથી.
-
ડેડલાઇન: PNG કનેક્શન ધરાવતા તમામ ગ્રાહકોએ આગામી બુધવાર સુધીમાં તેમનું LPG સિલિન્ડર કનેક્શન સરેન્ડર કરવું ફરજિયાત છે.
-
તર્ક: આ પગલાથી બચેલો ગેસનો જથ્થો એવા અંતરિયાળ વિસ્તારોમાં પહોંચાડી શકાશે જ્યાં પાઈપલાઈન સુવિધા નથી.
૫. ગ્રામીણ ઈંધણ વ્યવસ્થા અને કેરોસીન
LPG ઉપરાંત કેરોસીનના વિતરણ માટે પણ સરકારે પારદર્શક વ્યવસ્થા ગોઠવી છે.
-
કેરોસીન ક્વોટા: કેન્દ્ર સરકાર દ્વારા ફાળવેલ જથ્થા મુજબ દરેક જિલ્લાને 36,000 લિટર કેરોસીન અપાયું છે.
-
વિતરણ મર્યાદા: ગ્રામ્ય સ્તરે પરિવાર દીઠ ૫ લિટર અને સંસ્થા દીઠ 25 લિટર કેરોસીન મળી શકશે.
૬. કડક દેખરેખ અને તપાસ (Monitoring)
ગેસના કાળાબજાર અને સંગ્રહખોરી રોકવા માટે સરકાર 'એક્શન મોડ' માં છે.
-
સંયુક્ત ટીમ: દરેક ગેસ એજન્સી પર રેવન્યુ (મહેસૂલ) અને પોલીસ કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે.
-
તપાસનો આંકડો: ૫ માર્ચ ૨૦૨૬ થી અત્યાર સુધીમાં જિલ્લા કક્ષાએ 912 અને રાજ્ય કક્ષાએ 17 જેટલી સઘન તપાસ કરવામાં આવી છે.
-
હેલ્પલાઇન: કોઈપણ ગેરરીતિની ફરિયાદ માટે રાજ્ય સરકારનો ટોલ-ફ્રી નંબર 1800-233-0222 કાર્યરત છે.
-
