બ્રિટન પહોંચેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લંડનમાં ભારતીય મૂળના પૂર્વ અને વર્તમાન સંસદસભ્યો સાથે પણ વાતચીત કરી હતી.
કિંગ ચાર્લ્સ તૃતીયના રાજ્યાભિષેકમાં હાજરી આપવા બ્રિટન પહોંચેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શનિવારે ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી હતી.ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કહ્યું છે કે, ભારત હાલમાં એવું લોકતંત્ર છે જે કોઈપણ વૈશ્વિક માપદંડો પર સૌથી મજબૂત છે. ભારતીય લોકશાહીની વાસ્તવિક તાકાત સામાન્ય માણસનું સશક્તિકરણ છે. ઉપરાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું કે દેશની લોકતાંત્રિક સંસ્થાઓ સંપૂર્ણ સ્વાયત્તતા સાથે કામ કરી રહી છે.
તેમણે કહ્યું કે, ભારતના ચૂંટણી પંચે સૌથી ઓછા સમયમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવાની વિશ્વની ક્ષમતાનું ઉદાહરણ છે. આ ભારત માટે ગૌરવનો સમય છે અને જમીની વાસ્તવિકતા તે જ પ્રતિબિંબિત કરી રહી છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ આ સત્યને સ્વીકારી રહ્યું છે. તેમણે કહ્યું કે વર્ષ 2047 માટે ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને દેશનો નક્કર શિલાન્યાસ કરવામાં આવ્યો છે.
