Skip to main content
Settings Settings for Dark

રશિયાએ ક્રેમલિન પર ડ્રોન હુમલા પાછળ અમેરિકાનો હાથ હોવાનો આરોપ લગાવ્યો

Live TV

X
  • ક્રેમલિન પર ડ્રોન હુમલા દ્વારા રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની હત્યા કરવાના પ્રયાસનો આરોપ અમેરિકા હોવાનો ચોંકાવનારો આક્ષેપ રશિયાએ કર્યો છે. રશિયન પ્રવક્તા ડિમીટ્રી પેસ્કોવે આ હુમલાં માટે અમેરિકા પર દોષ આપતા જણાવ્યું હતું કે ભલે હુમલો યુક્રેને કર્યો હોય પણ તેનું ષડયંત્ર અમેરિકાએ રચ્યું છે. પેસ્કોવે જણાવ્યું હતું કે આ હુમલાનો યોગ્ય વળતો જવાબ આપીશું.

    ક્રેમલિન હુમલા બાદ રશિયાએ મોસ્કોમાં ડ્રોન ઉડાન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ હુમલા બાદ ક્રેમલિને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આ હુમલો વિજય પરેડને રોકવા માટે કરવામાં આવ્યો હતો. ક્રેમલિને કહ્યું કે હુમલા છતાં 9 મેના રોજ વિજય પરેડ થશે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જ્હોન કિર્બીએ પણ કહ્યું હતું કે રશિયન દાવા ખોટા છે અને વોશિંગ્ટન યુક્રેનને તેની સરહદોની બહાર સ્ટ્રાઇક કરવા માટે પ્રોત્સાહિત કરતું નથી. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ રશિયાના આરોપોને નકારી કાઢ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply