સર્બિયા: બેલગ્રેડ પાસે ગોળીબારમાં 8 લોકોના મોત, 13 ઘાયલ
Live TV
-
હુમલાખોર ચાલતી ગાડીએ ઓટોમેટિક ગન લઈને આવ્યો અને ગોળીબાર કરીને ફરાર થઈ ગયો હતો
સર્બિયામાં સતત બીજા દિવસે ગોળીબારની ઘટના સામે આવી છે. સર્બિયાની રાજધાની બેલગ્રેડથી લગભગ 60 કિલોમીટર દક્ષિણમાં એક સર્બિયન શહેરની નજીક ગુરુવારે મોડી રાતે એક હુમલાખોર દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 8થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 10 થી વધુ લોકો ઘાયલ થયા છે.
સર્બિયાથી આવેલા અહેવાલ અનુસાર હુમલાખોર ચાલતી ગાડીએ ઓટોમેટિક ગન લઈને આવ્યો અને ગોળીબાર કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસે હુમલાખોરની તપાસ હાથ ધરી છે.
અગાઉ સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં ધોરણ 7માં ભણતાં 14 વર્ષના વિદ્યાર્થીએ શાળામાં વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ઓછામાં ઓછા 9 લોકોન મોત થયા હતા. મૃતકોમાં 8 બાળકોનો સમાવશે થાય છે. પોલીસે જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીની ધરપકડ કરી દેવામાં આવી છે
