અફઘાનિસ્તાનના નાગરિકોને બહાર જવા માટે મનાઈ: તાલીબાન પ્રવક્તા જબ્બીહુલ્લા મુઝાહીન
Live TV
-
અફધાનિસ્તાનમાં તાલીબાને જાહેરાત કરી છે કે તે અફઘાનિસ્તાનના નાગરિકોને બહાર જવા માટે પરવાનગી નહી આપે. તાલીબાનના પ્રવક્તા જબ્બીહુલ્લા મુઝાહીને કહ્યું છે તે વિદેશી નાગરિકો એરપોર્ટ સુધી જઇ શકશે. પરંતુ, અફઘાનિસ્તાનના નાગરિકો માટે કાબુલ એરપોર્ટ તરફ જતો રસ્તો બંધ કરાયો છે. મુઝાહીને કહ્યુ કે હાલ મોટાપ્રમાણમાં અફઘાનિસ્તાનના નાગરિકો એરપોર્ટ એકઠા થઇ રહ્યા છે. તેમને પોતાના ઘરે પરત જવા માટેનો નિર્દેશ કરાયો છે. તેમને તાલીબાન તરફથી કોઇ પણ પ્રકારની હિંસાનો સામનો નહી કરવો પડે. તો અફઘાનિસ્તાનમાં તબીબો અને વ્યવસાયિકો તેમના ક્ષેત્રમાં કામગીરી કરી શકશે. તેઓ અફઘાનિસ્તાન ન છોડે. તો આ દરમિયાન તાલીબાને અમેરિકન સૈનિકોને પરત જવાની સમય મર્યાદાને વધારવા મનાઇ ફરમાવી છે. અમેરિકાના રાષ્ટ્પતિ જો બાઇડને કહ્યું છે કે સમય સીમામાં અમેરિકન સૈનિકો અને નાગરિકો પરત ફરશે. સાથે સાથે ફસાયેલા અફઘાની નાગરિકોને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવશે.
