અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ UAEમાં લીધો આશરો, પોતાની સાથે રુપિયા લઈ જવાના અહેવાલોને આપ્યો રદિયો
Live TV
-
અફધાનિસ્તાનમાં તાલીબાન સામે જનતાનો વિરોધ ચાલુ છે. તાલીબાનોએ આ વિરોધ પ્રદર્શનને કુચડવાનું શરૂ ક્રયું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન તાલીબાનો દ્વારા કરવામાં આવેલી ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે એક ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યાં છે. પ્રદર્શનકારીઓ સામે તાલીબોનોએ હુમલો ત્યારે કર્યો જ્યારે સ્થાનિક નિવાસીઓએ એક ચોક ઉપર અફધાનીસ્તાનનો રાષ્ટ્રીય ધ્વજ સ્થાપવાની કોશીસ કરી હતી. અફધાનીસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ યુ.એ.ઇ થી દેશના લોકોના નામે સંદેશ જાહેર કર્યો છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે રક્તપાત રોકવા માટે તેમણે કાબુલ છોડ્યું હતું. તેમણે તે ખબરોનું ખંડન કર્યું કે રાષ્ટ્રપતિ નિવાસ છોડતા સમયે તેઓ પોતાની સાથે મોટા પ્રમાણમાં ધન લઇ ગયા છે. ગનીએ ફેશબુકમાં લખ્યું કે જો તેઓ કાબુલમાં રોકાતા તો મોટા પ્રમાણમાં રકતપાત થાત. તેમણે કહ્યું કે સરકારી અધિકારીઓની સલાહ પર તેમણે અફધાનીસ્તાન છોડ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે તાલીબાનો સાથે તેમની વાતચીત પરિણામ રહીત રહી હતી. તેમણે કહ્યું કે પૈસા લઇને ભાગ્યાનો આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણો છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે તેમણે માનવીય આધારે ગની તેમજ તેમના પરિવારને શરણ આપ્યું છે.
