કેન્દ્રીય મંત્રીમંડળે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ રિસર્ચ એન્ડ ઇનોવેશન માટે MoUને મંજૂરી આપી
Live TV
-
મંત્રીમંડળે ભારતની ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને સ્વિટ્ઝરલેન્ડના GARDP ફાઉન્ડેશન વચ્ચે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ રિસર્ચ એન્ડ ઇનોવેશન માટે સમજૂતી કરારને મંજૂરી આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક અને તકનીકી સહયોગના માળખામાં સંબંધોને મજબૂત કરવા અને પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન આપવા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR), ભારત અને GARDP ફાઉન્ડેશન વચ્ચે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ રિસર્ચ એન્ડ ઇનોવેશન માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપી છે. માર્ચ -2021માં ભારતે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
લાભો:
આ સમજૂતી કરાર પરસ્પર-હિતના ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક અને તકનીકી સહકારના માળખામાં ભારત અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
નાણાકીય અસરો:
ICMR-GARDP સહયોગમાં સંયુક્ત ઉદ્દેશોની સફળતાને સુનિશ્ચિત કરવા માટે બંને પક્ષો દ્વારા નાણાકીય અને અન્ય પ્રકારનાં યોગદાન માટે વ્યૂહરચના અને પદ્ધતિઓની સ્થાપનાનો સમાવેશ થશે. ભંડોળ સીધા અન્ય પક્ષને અથવા પરિયોજનામાં રોકાયેલા તૃતીય પક્ષોને પ્રદાન કરી શકાય છે. તમામ નાણાકીય અને અન્ય પ્રકારનું યોગદાન અલગ કાયદાકીય રીતે બંધનકર્તા કરારોને આધીન હશે.
પૃષ્ઠભૂમિ:
ICMR આંતરિક અને બહારના સંશોધન દ્વારા દેશમાં બાયોમેડિકલ સંશોધનને પ્રોત્સાહન આપે છે. GARDP એક બિન-નફાકારક સંશોધન અને વિકાસ સંસ્થા છે જે નવી અથવા સુધારેલ એન્ટિબાયોટિક સારવાર વિકસાવવા અને વિતરણ કરીને વૈશ્વિક જાહેર આરોગ્ય જરૂરિયાતોને માટે ટકાઉ વપરાશ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે.
