Skip to main content
Settings Settings for Dark

અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક નેતા હૈબતુલ્લાહ અખુંદઝાદા તાલીબાનના વડા તરીકેનું સુકાન સંભાળે તેવી સંભાવના

Live TV

X
  • હૈબતુલ્લાહ અખુંદઝાદા તાલિબાનના ધાર્મિક, રાજકીય અને સૈન્યને લઈને અંતિમ આદેશ આપવાનો અધિકાર ધરાવે છે.

    અફઘાનિસ્તાનમાં રાજકીય અરાજકતા વચ્ચે તાલીબાનનો સર્વોચ્ચ ઈસ્લામિક નેતા હૈબતુલ્લાહ અખુંદઝાદા તાલીબાનના વડા તરીકેનું સુકાન સંભાળી શકે છે. હૈબતુલ્લાહ અખુંદઝાદા તાલીબાનના વફાદાર નેતાઓ પૈકીના એક મનાય છે. તેઓ તાલીબાનના ધાર્મિક, રાજકીય અને સૈન્ય બાબતો અંગે અંતિમ આદેશ આપવાના અધિકારો ધરાવે છે. બ્રિટન સહિતના વિશ્વના દેશો અફઘાનિસ્તાનની ઝડપથી બદલાયેલી સ્થિતિ મુદ્દે વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે.બ્રિટને કહ્યુ છે કે તાલીબાનનું વલણ અગાઉ કરતા બદલાયેલુ હોઈ શકે છે. તો બીજી તરફ જલાલાબાદ શહેરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન તાલીબાનો દ્વારા કરવામાં આવેલી ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે એક ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યાં છે. પ્રદર્શનકારીઓ સામે તાલીબોનોએ હુમલો ત્યારે કર્યો જ્યારે સ્થાનિક નિવાસીઓએ એક ચોક ઉપર અફધાનીસ્તાનનો રાષ્ટ્રીય ધ્વજ સ્થાપવાની કોશીસ કરી હતી. અફધાનીસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ યુ.એ.ઇ થી દેશના લોકોના નામે સંદેશ જાહેર કર્યો છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે રક્તપાત રોકવા માટે તેમણે કાબુલ છોડ્યું હતું. તેમણે તે ખબરોનું ખંડન કર્યું કે રાષ્ટ્રપતિ નિવાસ છોડતા સમયે તેઓ પોતાની સાથે મોટા પ્રમાણમાં ધન લઇ ગયા છે. ગનીએ ફેશબુકમાં લખ્યું કે જો તેઓ કાબુલમાં રોકાતા તો મોટા પ્રમાણમાં રકતપાત થાત. તેમણે કહ્યું કે સરકારી અધિકારીઓની સલાહ પર તેમણે અફધાનીસ્તાન છોડ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે તાલીબાનો સાથે તેમની વાતચીત પરિણામ રહીત રહી હતી. તેમણે કહ્યું કે પૈસા લઇને ભાગ્યાનો આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણો છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે તેમણે માનવીય આધારે ગની તેમજ તેમના પરિવારને શરણ આપ્યું છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply