Skip to main content
Settings Settings for Dark

G-7 દેશોએ તાલિબાનને અફઘાનિસ્તાનમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાનું વચન પાળવા કહ્યું

Live TV

X
  • G-7 દેશોના વિદેશ પ્રધાનોએ અફઘાનિસ્તાનમાં હાલના સંકટને વધુ વધતા અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને એક થવા હાકલ કરી છે. બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે ગઈકાલે જી -7 દેશોના વિદેશ મંત્રીઓ અને યુરોપિયન યુનિયનના ઉચ્ચ પ્રતિનિધિઓની બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ જણાવ્યું હતું કે, જી -7 દેશોએ અફઘાનિસ્તાન છોડીને વિદેશી અને અફઘાન નાગરિકોને સુરક્ષિત માર્ગ આપવાનું વચન આપ્યું છે. બ્રિટન સિવાય G-7 દેશોમાં અમેરિકા, ઇટાલી, ફ્રાન્સ, જર્મની, જાપાન અને કેનેડાનો સમાવેશ થાય છે. આ દેશોએ તાલિબાનથી નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાને વળગી રહેવાના મહત્વ પર ભાર મૂક્યો છે. તેમણે અફઘાનિસ્તાનના ભાગોમાં હિંસક ઘટનાઓના અહેવાલો પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply