અફઘાનિસ્તાનમાં ખેડૂતો અને પશુપાલકોને FAO એ આપી ચેતવણી
Live TV
-
રાષ્ટ્રસંઘની અન્ન અને કૃષિ સંસ્થા – FAOએ અફઘાનિસ્તાનમાં શિયાળાની કપરી ઋતુ શરૂ થતાં ખેડૂતો અને પશુપાલકોને દુકાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે એવી ચેતવણી આપી છે. રાષ્ટ્રસંઘની અન્ન અને કૃષિ સંસ્થાએ જણાવ્યું કે, તાજેતરમાં બનેલા બનાવો અને આર્થિક મુશ્કેલીઓના કારણે લગભગ બે કરોડથી વધુ લોકો અનાજની તંગીનો સામનો કરી રહ્યા છે. અત્યારે 1 કરોડ 90 લાખ અફઘાન નાગરિકો દરરોજ પોતાનું પેટ ભરી શકતા નથી. આ વર્ષના અંત સુધીમાં તેમની સંખ્યા સવા બે કરોડ સુધી વધશે. અફઘાનિસ્તાનમાં 10માંથી 9 શહેરી વિસ્તારોમાં નાગરિકોની બચતમાં ઘટાડો થઈ રહ્યો છે અને મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે.
