અફઘાનિસ્તાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, 1,000થી વધુ લોકોના મૃત્યુ
Live TV
-
આ દુર્ઘટનામાં 1,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને 1,500 થી વધુ લોકો ઘાયલ થયા છે.
અફઘાનિસ્તાનમાં બુધવારે સવારે 6.1 ની તીવ્રતાનો ભીષણ ભૂકંપ આવ્યો હતો. આ દુર્ઘટનામાં 1,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને 1,500 થી વધુ લોકો ઘાયલ થયા છે. અફઘાનિસ્તાન સરકારે ભુકંપની સર્જાયેલી સ્થિતિનો સામનો કરવા આંતરરાષ્ટ્રીય સહયોગની અપીલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં આવેલ વિનાશકારી ભુકંપ પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, ભારત આ દુ:ખની ઘડીમાં અફઘાનિસ્તાનના લોકોની સાથે છે અને શક્ય તમામ આપતિ રાહત સામગ્રી પહોંચાડવા તત્પર છે.
અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વમાં ભૂકંપનુ કેન્દ્ર બિંદુ હતું. અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા ઝિરુક, નાકા અને જ્ઞાન જિલ્લામાં અનુભવાયા હતા. ભૂકંપની અસર 500 કિમી વિસ્તારમાં જોવા મળી હતી. જેને કારણે પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એજન્સીઓ રાહત અને બચાવ કાર્ય માટે જોડાઈ ગઈ છે. લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવી રહ્યા છે.
