અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભારે ભૂકંપ, 900થી વધુ લોકોનાં થયા મોત
Live TV
-
અફઘાનિસ્તાનમાં આજે સવારે 6.1 ની તીવ્રતાનો ભીષણ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનનાં દક્ષિણ-પૂર્વમાં ખોસ્ત શહેરથી 44 કિલોમીટર દૂર નોંધાયું હતું. તાજેતરની જાણકારી મુજબ આ દુર્ઘટનામાં 900થી વધુ લોકોનાં મૃત્યુ થયા છે જ્યારે હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે. અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા ઝિરુક, નાકા અને જ્ઞાન જિલ્લામાં અનુભવાયા હતા. ભૂકંપની અસર 500 કિ.મી. વિસ્તારમાં જોવા મળી હતી. હાલ લોકોને બચાવવા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરિન્દમ બાગ્ચીએ ટ્વીટ કરીને ભારત તરફથી ભૂકંપથી પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને અફઘાનિસ્તાનને તમામ સંભવ મદદ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે.
