Skip to main content
Settings Settings for Dark

અફઘાનિસ્તાન શાંતિ વાટાઘાટો પરિષદના અધ્યક્ષ અબ્દુલ્લા અબ્દુલ્લા ભારતની મુલાકાતે

Live TV

X
  • અફઘાનિસ્તાનમાં તાલિબાનો અને સરકાર વચ્ચે શાંતિ વાટાઘાટો માટે રચાયેલી પરિષદના અધ્યક્ષ ડો. અબદુલ્લા અબદુલ્લા ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે. દિલ્હી વિમાની મથકે આવી પહોંચતાં તેમને આવકારવામાં આવ્યા હતા.

    ગયા વર્ષે યોજાયેલી ચૂટણીમાં કાબુલ ખાતે નવી સરકારની રચના થયા પછી અબદુલ્લા અબદુલ્લા પહેલીવાર ભારતની મુલાકાતે આવ્યા છે. કતારના દોહા ખાતે હાલમાં તાલિબાનો અને અફઘાન સરકાર વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો સંબંધમાં આ શાંતિ વાર્તાકાર ભારતની ટોચની નેતાગીરી સાથે વાતચીત કરશે. દોહા ખાતે વાટાઘાટો શરૂ થઇ ત્યારે ભારતે પણ દોહા ખાતે એક સત્તાવાર પ્રતિનિધીમંડળ મોકલ્યું હતું.

    તે પ્રસંગે ભારતના વિદેશ પ્રધાન એસ.જયશંકરે પણ વીડિયો કોન્ફરન્સથી બેઠકને સંબોધન કર્યું હતું. અફઘાનિસ્તાનમાં સ્થિર રાજકીય વ્યવસ્થા ઉભી થાય તે હેતુસર કવાયત ચાલી રહી છે. દોહામાં ચાલી રહેલી શાંતિ મંત્રણા માટે ભારતનું સમર્થન મેળવવા અબદુલ્લા ભારતની મુલાકાતે પહોંચ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply