Skip to main content
Settings Settings for Dark

કોરોનાની સારવાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ હોસ્પિટલમાંથી વ્હાઈટ હાઉસ પરત ફર્યા

Live TV

X
  • ત્રણ દિવસ પહેલાં કોરોના પોઝિટિવ આવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ સારવાર બાદ સોમવારે રાત્રે હોસ્પિટલથી વ્હાઈટ હાઉસ પરત આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કોરોનાથી ડરવાની જરૂર નથી.

    ત્રણ દિવસ પહેલાં કોરોના પોઝિટિવ આવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ સારવાર બાદ સોમવારે રાત્રે હોસ્પિટલથી વ્હાઈટ હાઉસ પરત આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કોરોનાથી ડરવાની જરૂર નથી. જોકે તેમના ડોક્ટરે કહ્યું છે કે રાષ્ટ્રપતિએ તબિયતનું વધારે ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે હજુ જોખમ સંપૂર્ણ ટળ્યું નથી.

    ટ્રમ્પના પર્સનલ ડોક્ટર સીન કોનલે તબિયત વિશે જાણકારી આપતાં જણાવ્યુ હતુ કે હજી જોખમ સંપૂર્ણ ટળ્યું નથી. રાષ્ટ્રપતિએ જરૂરી સાવધાની રાખવી પડશે અને તેમની સારવાર ચાલુ રહેશે. હોસ્પિટલથી ટ્રમ્પ સૂટ અને માસ્કમાં નીકળ્યા હતા. તેમણે મીડિયા સામે જોઈને હાથ હલાવ્યો હતો. મીડિયાએ દૂરથી સવાલ પૂછવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમણે માત્ર આભાર વ્યક્ત કર્યો હતો. હોસ્પિટલમાંથી નીકળીને તેઓ તેમના ઓફિશિયલ હેલિકોપ્ટર મરીન વનમાં બેસીને વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply