Skip to main content
Settings Settings for Dark

અફઘાનિસ્તાન સંકટ પર ભારતની અધ્યક્ષતામાં યોજાઈ સંયુક્ત રાષ્ટ્રની બેઠક, વિશ્વના દેશોએ વ્યક્ત કરી ચિંતા

Live TV

X
  • અફઘાનના લોકોનો સાથ ન છોડવો જોઈએ, કાબુલમાં સ્થિતિ બહુ ચિંતાજનક, તાલિબાનોએ પોતાના અનેક વાયદાઓ તોડ્યા છે : સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ

    અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ વિશ્વના ઘણાં દેશોએ ચિંતા વ્યક્ત કરી છે . એક તરફ તાલિબાન નેતા દ્વારા  નિવેદન જાહેર કરાયું છે  કે, અમે અમારા દેશના નાગરિકોના જીવનને શ્રેષ્ઠ બનાવવા  પૂરતો પ્રયાસ કરીશું.  તો બીજી તરફ અફઘાનિસ્તાન સંકટ પર   ભારતની અધ્યક્ષતામાં ,  સંયુક્ત રાષ્ટ્ર પરિષદની બેઠક યોજાઇ હતી.  આ તકે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટ રેસે કહ્યું  કે, અમે અફઘાનના લોકોની સાથે છીએ.  તેમજ અફઘાનિસ્તાન આતંકવાદીઓની છાવણીમાં ફેરવાય નહીં  તેવી આશા રાખીએ છીએ.  તો અફઘાનિસ્તાનના પ્રતિનિધિએ પરિષદમાં કહ્યું કે, કાબુલમાં સ્થિતિ  બહુ ચિંતાજનક છે..  તેમજ તાલિબાનોએ પોતાના અનેક વાયદાઓ તોડ્યા છે. આ સાથે તેમણે અફઘાનિસ્તાનને ગૃહ યુદ્ધથી બચાવવા સંયુક્ત રાષ્ટ્ર પરિષદને અનુરોધ કર્યો હતો. તો આ મામલે વિદેશ મંત્રાલયે કહ્યું  કે, ભારત અફઘાનિસ્તાનમાં વસતા તેના નાગરિકોને બચાવવા તથા અફઘાનિસ્તાનમાં પોતાના સ્થાપિત હિતોની રક્ષા કરવા માટે શક્ય તમામ પગલાં લેશે.

    20 વર્ષની લડાઇ બાદ , અફઘાનિસ્તાન પર તાલિબાનોએ , સંપૂર્ણ કબજો મેળવી લીધો છે.  અફઘાનિસ્તાનમાં સ્થિતિ , સતત બદલાઇ રહી છે ,, અને વણસી રહી છે.  એક તરફ કાબુલ એરપોર્ટ પર  દેશમાંથી બહાર નીકળવા માટે  , લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે,,  તો  બીજી તરફ અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ ,, પોતાના નાગરિકો  અને  કર્મચારીઓને  ત્યાંથી બહાર કાઢવા વિશેષ અભિયાન હાથ ધર્યું છે.. અમેરિકાએ તેના બધા કર્મચારીઓને ,, કાબુલ એરપોર્ટ ખાતે બોલાવી લીધા છે, અને ત્યાંથી તે લોકોને , નાના - નાના સમૂહોમાં  , અમેરિકા મોકલવા રવાના કરવામાં આવી રહ્યા છે...  અમેરિકાએ પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે પાછા લાવવા 6 હજાર સૈનિકોને તૈનાત કર્યા છે...  અફઘાનિસ્તાનમાં નવી શાસન વ્યવસ્થા અંગે , હજી કોઇ સ્થિતિ સ્પષ્ટ થઇ નથી..   પૂર્વ રાષ્ટ્રપતિ હમીદ કરઝાઇએ ,, ત્રણ સભ્યોની સમિતિનો પ્રસ્તાવ મૂક્યો છે.. જેમાં હમીદ કરઝાઇ સાથે ,, અબ્દુલા અબ્દુલા , અને ગુલાબ-દીન  હીકમત-યાર ના નામનો , સમાવેશ થાય છે. જો કે, તાલિબાને હજી આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો નથી ,, તેમજ તેને રદ પણ કર્યો નથી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply