Skip to main content
Settings Settings for Dark

અફઘાનિસ્તાનમાં લોકતંત્ર જરુરી છે, અમારુ ધ્યાન આતંક વિરોધી અભિયાનો પર છે, અફઘાનિસ્તાનને માનવીય મદદ ચાલુ રાખીશું : જો બાઈડેન

Live TV

X
  • અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને દેશવાનીઓને સંબોધન કર્યુ, તાલીબાનોને ચેતવણી આપતા કહ્યું અમેરિકન નાગરિકો પર હુમલો અમેરિકા સહન નહી કરે

    અફઘાનિસ્તાન સરકારમાં ભ્રષ્ટાચાર એક સમસ્યા છે..અમે અમારા રણનીતિક પ્રયાસો ચાલુ રાખીશુ...અમે રાજદૂતો અને રાજનાયિકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે..અફઘાનિસ્તાનમાં લોકતંત્રની જરુરિયાત છે..અમારુ ધ્યાન આતંક વિરોધી અભિયાનો પર છે..અફઘાનિસ્તાનમાં અમેરિકન નાગરિકોની સુરક્ષિત વાપસી માટે છ હજાર સૈનિકો તૈનાત કરવામાં આવશે...અમેરિકાએ તાલીબાનોને ચેતવણી આપતા કહ્યુ છે કે અમેરિકન નાગરિકો પર કોઈ પણ પ્રકારે હુમલો અમે સહન નહી કરીએ...અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોને પરત બોલાવ્યા પછી પ્રથમવાર રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને દેશને સંબોધન કર્યુ હતું. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ અચાનક બદલાઈ ગઈ. તેની અસર બીજા દેશો પર પણ પડી છે. આતંકવાદ વિરુદ્ધ અમારી લડાઈ ચાલુ રહેશે.અમે અગાઉની ભૂલો ફરીથી કરવા નથી માંગતા..જો તાલીબાને અમેરિકાના પ્રયાસોને અવરોધવાના કે અટકાવવા પ્રયાસ કર્યો તો અમેરિકા કડક જવાબ આપશે..

    અફઘાનિસ્તાનમાં તાલીબાને કબ્જો કરી લીધો છે ત્યારે અફઘાનિસ્તાનથી અમેરિકાની સેનાની વાપસી જારી છે.અમેરિકન પ્રમુખ જો બાઈડને પોતાના સૈન્યને સ્વદેશ પરત બોલાવવાનો નિર્ણય યોગ્ય ગણાવ્યો છે..તેમણે કહ્યુ કે સેના સતત જોખમ ન ઉઠાવી શકે..ત્યાંની નેતાગીરીએ ખૂબ જલદી હાર માની. અમે ત્યાં અબજો ડોલર ખર્ચ કર્યા. અફઘાન ફોર્સને ટ્રેનિંગ આપી. આટલી મોટી ફોજ અને હથિયારોથી સજ્જ લોકોએ હાર કેવી રીતે માની લીધી.હું એ ભૂલો કરી શકું તેમ નહોતો જે અગાઉના લોકેએ કરી. આથી પોતાના પ્લાન પર જ અડગ રહ્યો. અફઘાન લોકોને પોતાનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર છે. ત્યાંની ફોજ અમારા અનેક નાટો સહયોગીઓથી વધુ છે. તેમની પાસે હથિયારો પણ હતા. પછી આવું કેમ બન્યું?...જો બાઈડને વધુમાં કહ્યુ કે અમે તાલિબાનને સ્પષ્ટ જણાવ્યું છે કે જો અમારા સૈનિકો પર હુમલો થયો તો અમે અત્યંત આકરા અને ઝડપી એક્શન લઈશું. અમેરિકન સૈનિકો ત્યાંથી જઈ રહ્યા છે પરંતુ અમે ત્યાં સંપૂર્ણપણે નજર રાખી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply