અફધાનિસ્તાનમાં તાલીબાનનો કબ્જો, કાબુલ એરપોર્ટ ભારે ભીડ થઈ એકત્ર
Live TV
-
અફધાનીસ્તાનમાં તાલીબાનોએ કબ્જો કર્યો છે. કાબુલ એરપોર્ટ પરથી દેશ છોડી દેવાનો પ્રયાસ કરનાર લોકોની ભારે ભીડ એકત્ર થઈ છે.
અફધાનિસ્તાનમાં તાલીબાની કબજા બાદ ધટનાક્રમ ઝડપથી બદલાઇ રહ્યો છે. કાબુલ એરપોર્ટ પરથી દેશ છોડી દેવાનો પ્રયાસ કરનાર લોકોની ભારે ભીડ એકત્ર થઈ છે. અમેરિકા સહિત અનેક પશ્રિમી દેશોએ તેમના રાજદ્વારીઓ - કર્મચારીઓ અને નાગરિકોને પરત લાવવા વિશેષ અભિયાન શરૂ કર્યું છે. અમેરીકાએ તેમના તમામ રાજદ્વારી અને કર્મચારીઓને કાબુલ હવાઇ મથકે પહોચાડ્યાં છે. જ્યાંથી તેમને નાના -નાના જૂથમાં અમેરીકા મોકલવામાં આવી રહ્યાં છે. હાલમાં અફધાનિસ્તાનની નવી વહીવટી વ્યવસ્થાની સ્થિતી સ્પષ્ટ થઇ નથી. પૂર્વ રાષ્ટ્રપતિ એ ત્રણ સભ્યોની સમિતીનો પ્રસ્તાવ રાખ્યો છે. જેમાં પોતાના ઉપરાંત અબ્દુલા અબ્દુલા અને ગુલબુદીન ઇતમતયારનું નામ સામેલ છે. અફધાન સંકટ ઉપર વિશ્વના અનેક દેશો ચિંતિત છે. જે માટે સંયુક્ત રાષ્ટ્ર ની તાકિદની બેઠક મળી રહી છે.
