Skip to main content
Settings Settings for Dark

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબ્જો, પરીસ્થિતિ વણસી અને અફરાતફરીનો માહોલ

Live TV

X
  • અફઘાનિસ્તાનમાં તાલીબાનીઓ રાજધાની કાબુલમાં પહોંચ્યાના થોડા કલાકો પછી જ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો.રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપરાષ્ટ્રપતિ ઉમરઉલ્લા સાલેહ અફઘાનિસ્તાન છોડીને તઝાકિસ્તાન રવાના થયા ગયા છે.અફધાનીસ્તાનમાં તાલીબાની કબજા બાદ ધટનાક્રમ ઝડપથી બદલાઇ રહ્યો છે. કાબુલ એરપોર્ટ પરથી દેશ છોડી દેવાનો પ્રયાસ કરનાર લોકોની ભારે ભીડ એકત્રીત છે. અમેરીકા સહિત અનેક પશ્રિમી દેશ તેમના રાજદ્વારીઓ - કર્મચારીઓ અને નાગરિકોને પરત લાવવા વિશેષ અભિયાન શરૂ કર્યું છે. અમેરીકાએ તેમના તમામ રાજદ્વારી અને કર્મચારીઓને કાબુલ હવાઇ મથકે પહોચાડ્યાં છે. જ્યાંથી તેમના નાના-નાના સમુહમાં અમેરીકા રવાના કરવામાં આવી રહ્યાં છે. અમેરીકા તેમના નાગરિકોની સુરક્ષા માટે સૈનિકોની તૈનાતી કરી રહ્યું છે. હાલમાં અફધાનીસ્તાનની નવી વહીવટી વ્યવસ્થાની સ્થિતી સ્પષ્ટ થઇ નથી. પૂર્વ રાષ્ટ્રપતિ એ ત્રણ સભ્યોની સમિતીનો પ્રસ્તાવ રાખ્યો છે. જેમા પોતાના ઉપરાંત અબ્દુલા અબ્દુલા અને ગુલબુદીન ઇતમતયારનું નામ સામેલ છે. અફધાન સંકટ ઉપર વિશ્વના અનેક દેશો ચિંતિત છે. જે માટે સંયુક્ત રાષ્ટ્ર ની તાકિદની બેઠક મળી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply