ઇન્ડોનેશિયાથી આવેલ શિપના ક્રૂ મેમ્બરના કોરોના રિપોર્ટ પોઝિટિવ
Live TV
-
તાજેતરમાં જ જામનગર નજીક સિક્કા ખાતે ઇન્ડોનેશિયાથી આવેલ એક શિપમાં ક્રુ મેમ્બર્સના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે એક ક્રુ મેમ્બરનું કોરોનાને કારણે શિપની અંદર જ મૃત્યુ નીપજ્યું છે. ઇન્ડોનેશિયાથી આવેલી શિપમાં ક્રુ મેમ્બરના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા, તેમને સારવાર અર્થે તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. તો બાકીના તમામ ક્રૂ મેમ્બર્સને હાલ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
