Skip to main content
Settings Settings for Dark

અફઘાનિસ્તાનના કાંધાર અને હેરાત બાદ હવે હેલમંદ પ્રાંતની રાજધાની પર તાલિબાનોનો કબજો

Live TV

X
  • અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ અત્યારસુધીમાં 34 પ્રાંતોમાંથી અડધાથી વધુ પ્રાંતોની રાજધાની પર નિયંત્રણ મેળવ્યું છે. અફઘાનિસ્તાનના બીજા મોટા શહેર કાંધાર અને ત્રીજા સૌથી મોટા શહેર હેરાત પર નિયંત્રણ બાદ તાલીબાનોએ હેલમંદ પ્રાંતની રાજધાની લશ્કરગાહ પર કબજો કરી લીધો છે. તાલીબાન આતંકી હવે કાબુલથી હવે માત્ર 50 કિલોમીટર જ દૂર છે. તેઓએ લાગાર પ્રાંતની રાજધાની કુલ-એ-આલમ પર કબજો કરી લીધો છે. 
    બીજી બાજુ અફઘાનિસ્તાનની ગંભીર સ્થિતિ પર રાષ્ટ્રપતિ અશરફ ગની આજે રાષ્ટ્રને સંબોધન કરી શકે છે. ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેએ ટ્વીટ કરી કહ્યું કે,
    રાષ્ટ્રપતિ અશરફ ગનીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષા પર બેઠકમાં દ્રઢ વિશ્વાસ અને સંકલ્પની સાથે એ નિર્ણય લેવાયો છે કે, અમે તાલીબાન આતંકીઓ વિરુધ્ધ મજબુતીથી ઊભા છીએ અને દરેક રીતે રાષ્ટ્રીય ગતિરોધને દૂર કરવા દરેક સંભવ પ્રયાસ કરીશું. 
    તાલીબાનો દ્વારા ફરીથી એક ક્રુર-દમનકારી સરકાર સ્થાપીત કરવાના ભય વચ્ચે હજારો અફધાની નાગરિકો ઘરોથી ભાગી ગયા છે. આ દરમિયાન સંયુકત રાષ્ટ્રના મહાસચિવ એન્ટેનો ગુત્રીસે કહ્યું કે, તાલીબાનો એ તુરંત પોતાનો હુમલો રોકવો જોઇએ. તેમણે ચેતવણી આપી હતી કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ નિયંત્રણથી બહાર છે.
    અફઘાનિસ્તાનની સ્થિતિ પર નાટો, ઇયુ અને યુએનની બેઠક મળી હતી. તેમણે કહ્યું હતું કે હથિયારોના બળે બનાવવામાં આવેલ કોઇપણ સરકારને તેઓ માન્યતા નહિ આપે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply