અબુ ધાબીમાં થયેલા ડ્રોન હુમલા મામલે ભારતના વિદેશ મંત્રીએ UAEના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી
Live TV
-
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સંયુક્ત અરબ અમિરાતના વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ બિન સુલતાન અલ નાહયાનની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને વિદેશમંત્રીએ UAE પર થયેલા આંતકી હુમલા પર ચર્ચા કરી હતી. UAEના અબુ ધાબીમાં થોડા દિવસ પહેલાં એરપોર્ટ પર એક ડ્રોન હુમલો થયો હતો જેમાં બે ભારતીય નાગરિકો પણ માર્યા ગયા હતા.
ટેલિફોનિક વાતચીતમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આંતકી હુમલાની કડક શબ્દોમાં વખોડી હતી. તેમણે વાતચીતમાં કહ્યું કે, નાગરિકો પર આવા હુમલા બિલકુલ અસ્વીકાર્ય છે. આ વચ્ચે વાતચીત દરમિયાન UAEના વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ બિન સુલતાન અલ નાહયાનએ હુમલાની દરેક વિગતો એસ. જયશકંરને આપી હતી. તેમણે બે ભારતીયોના નિધન પર શોકની લાગણી પણ વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, મૃતકોના પરિવારને UAEની સરકાર પુરેપુરી મદદ કરશે અને અધિકારીઓ સતત આ ઘટનાને લઈ ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે. આ ડ્રોન હુમલામાં મૃત્યુ પામેલ ભારતીયોના પાર્થીવ દેહને ભારત પરત લાવવા માટે વિદેશ મંત્રાલય ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે. UAEના વિદેશમંત્રીએ એસ. જયશંકરને ખાતરી આપી છે કે, આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને પણ પુરતી મદદ કરવામાં આવશે.
