અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 26એ પહોંચી
Live TV
-
અફઘાનિસ્તાનનાં પશ્ચિમી પ્રાંત બરગીસમાં સોમવારે આવેલા ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 26એ પહોંચી છે.સાથે જ અનેક લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.ભૂંકપના તીવ્ર આંચકાથી અનેક ઘરોને નુકસાન થયુ છે.અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે.કારણ કે ભૂંકપની અસરગ્રસ્ત દૂરનાં ગામોમાં હજુ પણ રાહત અને બચાવની કામગીરી ચાલુ છે.અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વે અનુસાર સ્થાનિક સમય અનુસાર 5.3 ની તીવ્રતાનો ભૂકંપનો પહેલો આંચકો બપોરે આશરે બે વાગે જ્યારે 4.9ની તીવ્રતાનો ભૂકંપનો બીજો આંચકો સાંજે 4 વાગે અનુભવાયો હતો.ભૂકંપનો કેન્દ્રબિંદુ 30 કિલોમીટરની ઉંડાઈએ હોવાનું સામે આવ્યું છે.
