UAEની રાજધાની અબુ ધાબીના હવાઈ મથક પર ડ્રોનથી હુમલો, ત્રણ લોકોના મોત
Live TV
-
સંયુક્ત આરબ અમિરાતની રાજધાની અબુ ધાબીના હવાઈ મથક પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો. સૌથી વ્યસ્ત રહેતા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ડ્રોનથી ત્રણ જેટલા વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. ત્રણ ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. UAEના સ્થાનિક મીડિયા WMAના અહેવાલ પ્રમાણે ઓઇલ ફર્મ ADNOCની સ્ટોરેજ ફેસિલિટી નજીક ઔદ્યોગિક મુસાફા વિસ્તારમાં ત્રણ ઇંધણ ટેન્કર ટ્રકમાં વિસ્ફોટ થતાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને છ ઘાયલ થયા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે, માર્યા ગયેલાઓમાં બે ભારતીય અને એક પાકિસ્તાનીનો સમાવેશ થાય છે.
અબુ ધાબી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે: 'પ્રારંભિક તપાસમાં ડ્રોનના ભાગો બહાર આવ્યા છે જે જે વિસ્ફોટ અને આગનું કારણ બની શકે છે' જ્યારે યમનના હૌથી જૂથે આ હુમલાની જવાબદારી લીધી છે. વિસ્ફોટ અને આગના સમાચારને પગલે અબુ ધાબી શેરબજાર ઇન્ડેક્સ 0.1% ગબડ્યો, પ્રારંભિક લાભને કાપી નાખ્યો. શેરબજાર ઇન્ડેક્સ શરૂઆતના કારોબારમાં 0.3% ઉપર હતો.
