Skip to main content
Settings Settings for Dark

ટેનિસમાં વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનની મેલબર્ન શરૂઆત

Live TV

X
  • મેલબર્નમાં આજથી ટેનિસમાં વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનની શરૂઆત થઇ હતી. મહિલા એકલ વર્ગમાં ગત વર્ષની વિજેતા જાપાનની નાઓમી ઓસાકાએ ઓસારીઓ સામે 6-3, 6-3થી જીત મેળવી હતી અને વિશ્વની પ્રથમ ક્રમાંકિત ખેલાડી એશ્લે બાર્ટીએ સુરેનકો સામે 6-0, 6-0 થી શાનદાર જીત મેળવી હતી. 11મી ક્રમાંકિત ખેલાડી અમેરિકાની સોફિયા કેનિનની એમેરિકાની મેડીસન કીઝ સામે 6-7, 5-7 થી હાર થઇ હતી.

    પૂરૂષ વર્ગમાં 2009ના ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા અને 20 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા સ્પેનના રાફેલ નડાલે મારકોસ ગિરોનને 6-1, 6-4, 6-2 થી હરાવી બીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. નવ વખતનો ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા ડિપોર્ટ કરાવ્યા બાદ ટુર્નામેન્ટમાંથી ગેરહાજર છે. 7માં ક્રમાંકિત ખેલાડી ઇટાલીના મેટીઓ બેરેટીનીએ પ્રથમ રાઉન્ડમાં સંઘર્ષપૂર્ણ વિજય બાદ બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો અને 12માં ક્રમાંકિત ખેલાડી બ્રિટનના કેમરોન નોરીની પ્રથમ રાઉન્ડમાં હાર થઇ હતી.

    ભારત તરફથી ઓસ્ટ્રેલિયન ઓપનમાં સાનિયા મિર્ઝા મહિલા ડબલ્સમાં અને રોહન બોપન્ના પૂરૂષ ડબલ્સમાં ભારતનું પ્રતિનિધત્વ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply