બાંગ્લાદેશે COVID બૂસ્ટર રસી માટેની લઘુત્તમ ઉંમર ઘટાડીને કરી 50 વર્ષ
Live TV
-
બાંગ્લાદેશ સરકારે COVID-19 બૂસ્ટર મેળવવા માટેની લઘુત્તમ વયમર્યાદા 60 વર્ષથી ઘટાડીને 50 વર્ષ કરી છે. સ્વાસ્થ્ય મંત્રી ઝાહિદ મલેકે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શેખ હસીનાએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
મંત્રીએ કહ્યું કે દેશમાં વધુ લોકોને બૂસ્ટર ડોઝ આપવા માટે રસીના પૂરતા ડોઝ સ્ટોકમાં ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 7 લાખ બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે.જેમણે ઓછામાં-ઓછા છ મહિના પહેલા બીજો ડોઝ લીધો હતો તેઓ ત્રીજા ડોઝ માટે પાત્રતા ધરાવે છે. આરોગ્ય પ્રધાન મલેકે કહ્યું કે સરકાર દેશમાં કોવિડના કેસોમાં વધારાથી ચિંતિત છે. બાંગ્લાદેશમાં રવિવારે કોવિડના 5,222 નવા કેસ નોંધાયા હતા. પોઝિટિવિટી રેટ શનિવારના 14.35 ટકાથી વધીને 17.82 થયો હતો.
