Skip to main content
Settings Settings for Dark

અમેરિકન કૃષિ નિકાસને મળશે નવી ગતિ: ઈરાન સાથે વેપાર વધારવા ટ્રમ્પની તૈયારી

Live TV

X
  • યુદ્ધવિરામ બાદ હવે અમેરિકાની નજર ઈરાનના કૃષિ બજાર પર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈરાન અમેરિકન કૃષિ નિકાસ માટે એક નવું બજાર બની શકે છે. તેમનું વહીવટીતંત્ર તાજેતરની સૈન્ય કાર્યવાહી બાદ તેહરાન સાથે વાતચીત કરી રહ્યું છે. આ સાથે જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકન ખેડૂતો માટે 11 અબજ ડોલરની વધારાની રાહત રકમની પણ જાહેરાત કરી હતી.

    વ્હાઇટ હાઉસમાં ખેડૂતોના સન્માનમાં આયોજિત ડિનર દરમિયાન રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, તેમનું વહીવટીતંત્ર ઈરાન સાથે કૃષિ નિકાસ વધારવાની તૈયારી કરી રહ્યું છે. તેમણે કોંગ્રેસને ઉત્પાદકો માટે નવી આર્થિક સહાયને મંજૂરી આપવા જણાવ્યું છે. ટ્રમ્પે કહ્યું, "અમે શરૂઆત કરી દીધી છે અને હવે એક નવું બજાર સામે આવી રહ્યું છે, જેનું નામ ઈરાન છે."

    ઈરાનને અમેરિકન કૃષિ ઉત્પાદનોના સંભવિત ખરીદદાર ગણાવતા તેમણે કહ્યું કે, "તેઓ ખાદ્ય પદાર્થોની અછતનો સામનો કરી રહ્યા છે. અમે તેમના નાણાંનો ઉપયોગ કરીને તેમને મોટી માત્રામાં ઘઉં, સોયાબીન અને મકાઈ ખરીદવા માટે કહીશું. આ પ્રક્રિયા ખૂબ જ જલ્દી શરૂ થશે અને તે ખૂબ મોટા પાયે હશે."

    આ અગાઉ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ જણાવ્યું હતું કે, ઈરાનને તેમના ફ્રીઝ થયેલા નાણાંનો ઉપયોગ અમેરિકન કૃષિ ઉત્પાદનો ખરીદવા માટે કરવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, ઈરાની અધિકારીઓએ હજુ સુધી આવી કોઈ વ્યવસ્થાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

    રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોંગ્રેસને ખેડૂતો માટે 11 અબજ ડોલરની વધારાની સહાયને મંજૂરી આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, "આ ફંડ પાછલી સરકારના નિયમોને કારણે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરશે. અમે કોંગ્રેસને એક પૂરક આર્થિક સહાય બિલ પસાર કરવા આગ્રહ કર્યો છે, જેથી ખેડૂતો બાઈડેન વહીવટીતંત્રના ખરાબ નિયમો અને કાયદાઓને કારણે થયેલા નુકસાનમાંથી બહાર આવી શકે."

    ટ્રમ્પે જણાવ્યું કે કૃષિ મંત્રી બ્રુક રોલિંસ આ સહાયની વહેંચણી પર દેખરેખ રાખશે. તેમણે દાવો કર્યો કે તેમની સરકારે અમેરિકી કૃષિ ઉત્પાદનો માટે વિદેશી બજારોનો વિસ્તાર કર્યો છે, જેમાં યુરોપમાં ડેરી નિકાસ, ઓસ્ટ્રેલિયામાં અમેરિકી બીફ માટે મંજૂરી અને ચીન સાથે થયેલા કરારનો સમાવેશ થાય છે.

    આ ઉપરાંત, તેમણે ખેડૂતોના હિતમાં ઘરેલુ સ્તરે લીધેલા પગલાં જેમ કે એસ્ટેટ ટેક્સમાં છૂટ, ખેતીના સાધનો પર ઈલેક્ટ્રિક વાહનોના નિયમોમાં રાહત અને પર્યાવરણીય નિયમોમાં ફેરફારનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    ઈરાન વિરુદ્ધની સૈન્ય કાર્યવાહી અંગે બચાવ કરતા ટ્રમ્પે કહ્યું કે, તેનાથી વાતચીતમાં અમેરિકાની સ્થિતિ મજબૂત થઈ છે. આપણે ઈરાન સાથે વાત કરવી જ પડશે, કારણ કે જો આમ નહીં કરીએ તો તેમની પાસે પરમાણુ હથિયારો આવી જશે. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી બ્રુક રોલિંસ, નાણામંત્રી સ્કોટ બેસેન્ટ, આંતરિક મંત્રી ડગ બર્ગમ, સ્વાસ્થ્ય મંત્રી રોબર્ટ એફ. કેનેડી જુનિયર સહિતના અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply