અમેરિકન સૈનિકોએ આત્મરક્ષા માટે ઇરાન વિરૂદ્ધ કરી કાર્યવાહી
Live TV
-
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમની સેનાએ ગુરૂવારે ઈરાનના એક ડ્રોનને તોડી પાડ્યું છે. આ ડ્રોન હોર્મુજ જળ ડમરૂ મધ્યમાં અમેરિકન નેવીના યુધ્ધ જહાજની નજીક આવી ગયું હતું.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમની સેનાએ ગુરૂવારે ઈરાનના એક ડ્રોનને તોડી પાડ્યું છે. આ ડ્રોન હોર્મુજ જળ ડમરૂ મધ્યમાં અમેરિકન નેવીના યુધ્ધ જહાજની નજીક આવી ગયું હતું. અમેરિકી રાષ્ટ્રપતિએ ગુરૂવારે વ્હાઇટહાઉસમાં જણાવ્યું કે, તેમના સૈનિકોએ આત્મ રક્ષા માટે ઈરાન વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. ઈરાનનું આ ડ્રોન અમેરિકી યુધ્ધ જહાજ અને સૈનિકો માટે ખતરો બની શકતુ હતું, જેથી તુરંત તેને તોડી પડાયું. રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય સમુદ્રી વિસ્તારમાં તૈનાત અમેરિકન જહાજો વિરુદ્ધ ઈરાન કેટલીક ઉશ્કેરણીજનક કાર્યવાહી કરતું રહે છે.
