અમેરિકાએ ઈરાન પર નવા આર્થિક પ્રતિબંધો લાદ્યા
Live TV
-
યુ.એસ. ટ્રેઝરી ચીન અને સેશેલ્સ સ્થિત કંપનીઓ સાથે 17 ઇરાની ધાતુ ઉત્પાદકો અને ખાણકામ કંપનીઓને ઉપર પણ આર્થિક પ્રતિબંધો લાદશે.
યુ.એસના સચિવ માઇક પોમ્પિયો અને ટ્રેઝરી સચિવ સ્ટીવન મ્નુચિને ગઈકાલે જાહેરાત કરી હતી કે યુ.એસ.એ ઇરાનની ધાતુની નિકાસ અને આઠ વરિષ્ઠ ઈરાની અધિકારીઓ પર નવા પ્રતિબંધો લગાવ્યા છે. બગદાદમાં અમેરિકન હવાઈ હુમલામાં ઈરાનના ટોચના લશ્કરી નેતા કસીમ સોલેમાનીની હત્યા થઈ હતી જેના બદલામાં ઇરાને, ઈરાકમાં આવેલા અમેરિકી લશ્કરી મથકો પર હુમલો કર્યો હતો. આ પ્ર્તિબંધો આ હુમલાના જવાબમાં લાદવામાં આવ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે ઇરાકમાં અમેરિકન લક્ષ્યો પરના હુમલા બાદ યુ.એસ. "ઇરાની શાસન પર તાત્કાલિક વધારાના આર્થિક પ્રતિબંધો લાદશે". યુ.એસ. ટ્રેઝરીએ ચીન અને સેશેલ્સ સ્થિત કંપનીઓ સાથે અન્ય દંડની સાથે 17 ઇરાની ધાતુ ઉત્પાદકો અને ખાણકામ કંપનીઓને ઉપર પણ આર્થિક પ્રતિબંધો લાદશે. પ્રતિબંધો તેહરાન અને વોશિંગ્ટન વચ્ચેના આક્રમક ટીટ-ફોર-ટેટનું નવીનતમ પગલું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગઈકાલે કહ્યું હતું કે ઈરાની જનરલ સોલેમાની ગત સપ્તાહે તેમની હત્યા પહેલા ચાર અમેરિકી દૂતાવાસો સામે હુમલાની યોજના બનાવી રહ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇરાનની ઇસ્લામિક રિપબ્લિકન ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) માં ઉચ્ચ કક્ષાના કમાન્ડર, અબ્દુલ રેઝા શાહલાઇ પણ યુએસ સૈન્યના લક્ષ્યાંકની સૂચિમાં હતા પરંતુ આ મિશન સફળ રહ્યું ન હતું. યુ એસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે માહિતી માટે 15 મિલિયન ડોલરના ઇનામની ઓફર કરી છે, જેનાથી સંસ્થાના મુખ્ય ફાઇનાન્સર શાહલાઈ સહિત આઈઆરજીસી નાણાંકીય વ્યવહાર ખોરવાઈ શકે છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે શાહલાઈનો વૈશ્વિક સ્તરે અમેરિકનો અને યુએસ સાથીઓને નિશાન બનાવવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે.
