Skip to main content
Settings Settings for Dark

સેનાએ ભૂલથી યુક્રેનના પેસેન્જર વિમાન પર મિસાઈલ છોડીઃ ઈરાન

Live TV

X
  • ઈરાને શનિવારે જાહેરાત કરી છે કે, તેમની સેનાએ ભૂલથી યુક્રેનના પેસેન્જર પ્લેન પર મિસાઈલ છોડી છે.

    ઈરાને શનિવારે જાહેરાત કરી છે કે, તેમની સેનાએ ભૂલથી યુક્રેનના પેસેન્જર પ્લેન પર મિસાઈલ છોડી છે. સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં તેને માનવિય ભૂલ ગણાવવામાં આવી છે. આ પહેલાં ઈરાને ઘટનાના બે દિવસ સુધી વિમાન પર મિસાઈલ છોડી હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. જોકે શુક્રવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને બ્રિટિશ પીએમ બોરિસ જોનસને ખાનગી સૂત્રોથી દાવો કર્યો હતો કે, વિમાન ઈરાનની મિસાઈલ અથડાવાના કારણે દુર્ઘટના ગ્રસ્ત થયું છે. ઈરાને પહેલાં બંને નેતાઓને આ દાવો કરતાં પુરાવા આપવા કહ્યું હતું, પરંતુ શનિવારે સવારે ઈરાની સરકારે ભૂલ સ્વીકારી લીધી હતી. યુક્રેનનું વિમાન બુધવારે સવારે દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply