Skip to main content
Settings Settings for Dark

અમેરિકાએ ચીનને આપ્યો ઝટકો, ચીનની આયાત ડ્યુટી વધારી

Live TV

X
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતા અન્ય ઉત્પાદનો પર વધુ ડ્યુટી લગાવવાનો આદેશ આપ્યો છે. વૉશિંગ્ટન દ્વારા ચીનની વસ્તુઓ પર લગભગ 200 અબજ ડૉલરનો વધારો માત્ર 24 કલાકમાં જ ટ્રમ્પ સરકાર દ્વારા લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

    ટ્રેડ વોરના દ્વારે ઉભેલા ચીનને અમેરિકાએ એક મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતા અન્ય ઉત્પાદનો પર વધુ ડ્યુટી લગાવવાનો આદેશ આપ્યો છે. વૉશિંગ્ટન દ્વારા ચીનની વસ્તુઓ પર લગભગ 200 અબજ ડૉલરનો વધારો માત્ર 24 કલાકમાં જ ટ્રમ્પ સરકાર દ્વારા લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમેરિકાના વેપાર સબંધી પ્રતિનિધિ રોબર્ટ લાઇટહાઇઝરે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતી અન્ય વસ્તુઓના ટેરિફ વધારવાની પ્રક્રિયા આદરી છે, જેની કિંમત લગભગ 300 બિલિયન ડૉલર થાય છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા અને ચીનના પ્રતિનિધિઓ વચ્ચે બે દિવસ સુધી વેપાર વાટાઘાટો પર ચર્ચા થઈ હતી અને આ ચર્ચા આગળ પણ ચાલુ રહેશે. વધુમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ચીનની વસ્તુઓ પર લાદવામાં આવેલો ચાર્જ હટશે કે નહી તે ભવિષ્યની ચર્ચા પર આધાર રાખે છે. પણ એક વાત ચોક્કસ છે આ પગલાં બાદ દેશના ખજાનામાં ચોક્કસ વધારો થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply