ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ હનોઈમાં વિયેતનામ રાષ્ટ્રપતિ ડાંગ હી ગો હિન સાથે કરી વાર્તા
Live TV
-
બંને નેતાએ દ્વીપક્ષિય સુરક્ષા અને રક્ષાક્ષેત્રને વધુ મજબુત કરવાની બતાવી પ્રતિબદ્ધતા. નાયડુએ વિયેતનામના રાષ્ટ્રીય નાયકો અને શહિદોને આપી શ્રદ્ધાંજલી
ઉપરાષ્ટ્રપતિ એમ.વૈકયા નાયડુ ચાર દિવસીય વિયેતનામના પ્રવાસે છે. વિયેતનામની રાજધાની હનોઈમાં ઉપ રાષ્ટ્રપતિ વૈકયા નાયડુએ પોતાના સમકક્ષ સાથે સંયુક્ત પ્રેસ વાર્તા કરી હતી. ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુએ કહ્યું હતું કે બંને દેશો વ્યાપક રણનિતી ભાગીદારીને વધારશે. રક્ષા, સુરક્ષા અને અંતરિક્ષ ક્ષેત્રમાં સહયોગ પર સમજુતી થઈ છે. ઉપ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે વિયેતનામનો પ્રવાસ કરીને ખુશ છું. આ વર્ષે ભારત અને વિયેતનામ વચ્ચે સીધી વિમાન સેવા શરુ કરવામાં આવશે. આ પહેલા ગુરુવારે ઉપ રાષ્ટ્રપતિ એમ.વૈકયા નાયડુએ હનોઈમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો.
