અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપારિક મતભેદને દુર કરવા વાર્તા થઈ શરૂ
Live TV
-
અમેરિકા તરફથી નવા વ્યાપારી નિયમ અને કર લાગુ થવાથી આ બેઠકમાં કઈંક સકારાત્મક પરિણામ આવવાની આશા.
અમેરિકા તરફથી નવા વેપારી નિયમ અને કર લાગુ થવાના ઠીક પહેલા ચીન અને અમેરિકા વચ્ચે વાર્તા શરુ થઈ ગઈ છે. બેઠક પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે બંને પક્ષો સમજુતીની નજીક પહોંચી ગયા હતા પણ ચીન ફરીથી વાતચીતના પક્ષમાં છે. આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષે કહ્યું છે કે બંને દેશોનો આ મામલો વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ખતરો છે. ચીન તરફથી ઉપ પ્રધાનમંત્રી લ્યુહી અમેરિકાના વેપાર પ્રતિનિધિ રોબર્ટ અને વિત્ત સચિવ સ્ટિવન ન્યુટન સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ચીન વચ્ચે ગત વર્ષે જુલાઈમાં ટ્રેડ વોર શરુ થઈ હતી. જેના કારણે વિશ્વમાં આર્થિક મંદીનો ખતરો મંડરાયેલો છે.ચીને કહ્યું છે કે તેને વિશ્વાસ છે કે અમેરિકા એકપક્ષીય નિર્ણય લીધા કરતા દ્વિપક્ષીય વાતચીતથી મામલાને ઉકેલવાનો પ્રયત્ન કરશે
