અમેરિકાએ યુક્રેનને એક અરબ ડોલરના સહાય પેકેજ આપવાની કરી જાહેરાત
Live TV
-
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન યુક્રેનને 1 અરબ ડોલરની સૈન્ય સહાયતા પેકેજ આપવાની જાહેરાત કરી છે. આ પહેલા અમેરિકાએ રશિયાની સૈન્ય કાર્યવાહી સામે લડવા યુક્રેનની મદદ કરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. આ પેકેજમાં યુદ્ધ શસ્ત્રો, તટીય જહાજોની ડિફેન્સ સિસ્ટમ અને અદ્યતન રોકેટ સિસ્ટમનો સમાવેશ થાય છે. યુક્રેનનાં રાષ્ટ્રપતિ જેલેન્સકી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન જો બાઈડને આ વાતની જાણકારી આપી હતી.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, યુક્રેન તેમના લોકતંત્રની રક્ષા કરી રહ્યો છે અને અમેરિકા તેની સહાયતા માટે પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેન માટે માનવીય સહાયતાના રૂપમાં 22 કરોડ 50 લાખ ડોલરની પણ જાહેરાત કરી છે. આ મદદ હેઠળ પીવાલાયક પાણી, ચિકિત્સા, ખોરાક અને જરૂરિયાતવાળી વસ્તુઓની ખરીદી માટે રોકડ રકમ પણ આપશે.
