વિશ્વમાં કોરોના કેસનો આંક 54 કરોડ 32 લાખને પાર, 63 લાખથી વધુ દર્દીનાં થયા મૃત્યુ
Live TV
-
વૈશ્વિક કોરોના સ્થિતિની જો વાત કરીએ તો અત્યાર સુધી કોરોના કેસનો આંક 54 કરોડ 32 લાખને પાર થઇ ગયો છે અને 63 લાખથી વધુ દર્દીનાં મૃત્યુ થયા છે અને 51 કરોડ 84 લાખથી વધુ દર્દી કોરોનાને માત આપીને સાજા થયા છે. અમેરિકા કોરોનોથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે જ્યાં અત્યાર સુધી 8 કરોડથી વધુ કેસ નોંધાયા છે અને 10 લાખથી વધુ દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. અમેરિકામાં દૈનિક 1 લાખથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.
યુરોપમાં અત્યાર સુધી 19 કરોડ 96 લાખથી વધુ કેસ નોંધાયા છે અને ફ્રાન્સ સૌથી વધુ પ્રભાવિત દેશ છે. આફ્રિકામાં અત્યાર સુધી 1 કરોડ 22 લાખથી વધુ કેસ નોંધાયા છે અને 1 લાખથી વધુ દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. WHO એ જણાવ્યું હતું કે, ગત સપ્તાહના મુકાબલે મૃત્યુ દરમાં 4 ટકાનો વધારો નોંધાયો છે. WHO પ્રમાણે અમેરિકા, બ્રાઝિલ અને કેનેડા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશો છે. બ્રાઝિલમાં 2 લાખથી વધુ નવા સાપ્તાહિક કેસો નોંધાયા હતા.
