અમેરિકાએ વિશ્વના 50 દેશોના નાગરિકો પર લાદ્યો વિઝા બૉન્ડ
Live TV
-
ભારતીય પાસપોર્ટ ધારકોને આપી છૂટ..દક્ષિણ એશિયાના ભૂતાન, નેપાળ અને બાંગ્લાદેશ સહિત પડોશી દેશોના નાગરિકોનો પણ સમાવેશ..B - 1 અને B-2 વિઝા માટે 10 હજાર ડૉલરથી 20 હજાર ડૉલર સુધીની રકમ જમા કરવાનું ફરમાન
અમેરિકાએ 50 દેશોના નાગરિકો માટે પ્રવાસી અને બિઝનેસ વીઝા પર 20 હજાર ડોલર સુધીની ફી નક્કી કરી છે. આ વ્યવસ્થામાંથી ભારતને છૂટ આપવામાં આવી છે. જ્યારે બાંગ્લાદેશ, ભૂટાન અને નેપાળ સહિત દક્ષિણ એશિયાના કેટલાક દેશો સામેલ છે, અમેરિકન વિદેશ મંત્રાલયની યાદી મુજબ આ દેશના નાગરિકોને બી1 અને બી2 વિઝા માટે પાત્રતા હોવા પર આ ફી જમા કરવી પડશે. આ વ્યવસ્થા અંતર્ગત યાદીમાં સામેલ દેશોના પાસપોર્ટ પર યાત્રા કરનાર લોકોએ 10 હજાર, 15 હજાર અને 20 હજાર ડોલરની ફી ચૂકવવી પડશે.
નેપાલ અને બાંગ્લાદેશના નાગરિકો માટે આ નિયમો 21 જાન્યૂઆરીથી લાગુ થશે..જ્યારે ભૂટાનને આ નિયમો પહેલી જાન્યૂઆરીથી લાગૂ કરાશે, જ્યારે આફ્રિકા,કેરેબિયન,મધ્ય એશિયા અને પ્રશાંત વિસ્તારના કેટલાક દેશો પણ આ યાદીમાં સામેલ છે.
