Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના ટેક્સાસમાં વાવાઝોડાના કહેરથી 3ના મોત

Live TV

X
  • ગુરુવારે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં વાવાઝોડાનો કહેર જોવા મળ્યો હતો. જેમાં 3 લોકોના મોત થયા હતા જયારે સેંકડો લોકો ઘાયલ થયા હતા. ટેક્સાસ રાજ્યમાં આ વાવાઝોડાના કારણે 50,000 ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. અમેરિકામાં સતત બીજા દિવસે તોફાન આવ્યુ હતુ. આ પહેલા બુધવારે સૂસવાટા મારતા પવનોના કારણે ઘણા મકાનોને નુકસાન થયુ હતુ અને સેંકડો વૃક્ષો પડી ગયા હતા. તોફાન બાદ ફાયર બ્રિગેડની ટીમો રાહત કામગીરીમાં જોડાઈ હતી. કાટમાળમાં લોકો દબાયેલા છે કે નહીં તેની જાણકારી મેળવવાનુ ચાલુ છે અને આ તોફાનમાં ઈજાગ્રસ્તોનો આંકડો વધે તેવી શક્યતા છે. હવાની ગતિ એટલી તેજ હતી કે, પાર્ક થયેલી કેટલીક કારો પણ દુર સુધી ફેંકાઈ ગઈ હતી. અમેરિકાના વિવિધ રાજ્યોમાં ઉનાળાની સિઝન દરમિયાન આ પ્રકારના વાવાઝોડા આવતા હોય છે અને ભારે તબાહી મચાવતા હોય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply