Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના ન્યૂહેમ્પશાયરમાં તાપમાન માઈનસ 103 ડિગ્રી નોંધાયુ

Live TV

X
  • અમેરિકાના પૂર્વોત્તર શહેરોમાં અત્યારે કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડીને કારણે અમેરિકામાં આર્કટિક બ્લાસ્ટ થયો છે, જેના કારણે અમેરિકાના મોટાભાગના વિસ્તારોના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ન્યૂ હેમ્પશાયરના માઉન્ટ વોશિંગ્ટનમાં તાપમાન માઈનસ 80 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. મિડિયા રિપોર્ટસ અનુસાર, આર્કટિક બ્લાસ્ટ પછી બર્ફીલા પવનો કેનેડાથી અમેરિકા પહોંચી ગયા છે, જેની જનજીવન પર પ્રતિકૂળ અસર થઈ રહી છે.

    વિશ્વમાં કેટલાય એવા દેશો છે જ્યાં હાડ થીજાવતી ઠંડી પડવાની શરૂ થઈ ગઈ છે. તેમાં આપણે રશિયાના આસપાસના શહેરોની વાત કરીએ તો જાણે ઠંડીએ કેર વર્તાવ્યો છે. તેમાં પણ અમેરિકા, કેનાડા, બ્રિટનમાં તો બરફ વર્ષા થઈ રહી છે. અમેરિકાના ન્યૂહેમ્પશાયરમાં તો પારો રેકોર્ડ સ્તર પર શૂન્યથી પણ નીચે જતો રહ્યો છે અને તાપમાન માઈનસ ડિગ્રીમાં આવી ગયુ છે. એટલુ જ નહીં તેની સાથે સાથે ત્યાં ઠંડા પવનો ફૂંકાવવાના પણ શરૂ થઈ ગયા છે. અમેરિકાના ન્યૂ હેમ્પશાયરની જો વાત કરીએ તો શુક્રવારે પારો માઇનસ 103 ડિગ્રી સુધી જતો રહ્યો હતો. નેશનલ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શુક્રવાર સાંજ સુધી માઉન્ટ વૉશિંગટનમાં તાપમાન -103 ડિગ્રી સુધી નીચે નોંધાયું હતુ. આ સાથે તેમણે લોકોને સાવધાની રાખવાની સલાહ પણ આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply