તુર્કીમાં આવ્યો 7.8ની તીવ્રતાનો ભૂકંપ, 50થી વધુ લોકોનાં મોત
Live TV
-
સોમવારે વ્હેલી સવારે તુર્કીમાં ભુકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતાની વાત કરીએ તો 7.8 ની રિક્ટર સ્કેલ હતી. ભૂકંપ એટલો ભયાનક હતો કે 50થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 15થી વધુ બિલ્ડીંગ ધરાસાઈ થઈ છે.
મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે સ્થાનિક સમય અનુસાર તુર્કીમાં આજે વ્હેલી સવારે 4.17 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. 7.8 ની તીવ્રતાનો ભૂકંપ હતો જેના કારણે ઘણુ નુકશાન થયું છે. મળતી માહિતી પ્રમાણે તેની ઊંડાઈ જમીનની અંદર 17.9 કિલોમીટર હતી. તુર્કીના ગાઝિયાંટેપ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
કેવી રીતે આવે છે ભુકંપ ?
ધરતીકંપ પૃથ્વીના પોપડામાં ટેક્ટોનિક પ્લેટોની હિલચાલ અને અથડામણને કારણે થાય છે. ધરતીકંપના તરંગોના રૂપમાં સર્જાયેલી ઉર્જાને કારણે જમીન ધ્રૂજે છે, જેના કારણે ભૂકંપ આવે છે. વધુમાં, ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ અને બાંધકામ જેવી માનવીય પ્રવૃત્તિઓ પણ ધરતીકંપને ઉત્તેજિત કરી શકે છે.
