Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની શપથવિધી 20 જાન્યુઆરીએ યોજાશે 

Live TV

X
  • અમેરિકાનાં 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કરશે અને 20મી જાન્યુઆરીથી વ્હાઈટ હાઉસમાં કાર્યભાર સંભાળશે

    અમેરિકાનાં નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડનની આજે શપથવિધી યોજાવાની છે. તેઓ અમેરિકાનાં 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કરશે અને 20મી જાન્યુઆરીથી વ્હાઈટ હાઉસમાં કાર્યભાર સંભાળશે. અમેરિકામાં શપથગ્રહણ સમારોહના દિવસને ઈનોગ્રેશન ડે કહેવાય છે. આ દિવસે સામાન્ય રીતે લાખો લોકો એકઠા થાય છે. જો કે કોરોનાં વાયરસની મહામારીનાં કારણે આ વખતે સમારોહ ભવ્ય રીતે નહીં ઉજવાય.

    આ વખતે વઘુ મહેમાનોને આમંત્રણ નહીં 

    આ વખતે 1 હજારથી 1200 જેટલા આમંત્રીત મહેમાનો જ શપથવિધી સમારોહમાં સામેલ થશે. દર વખતે અમેરિકન સંસદનાં સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેન્ઝેટીવસ એમ બન્ને ગૃહોનાં સાંસદોને કુલ 2 લાખ ટીકીટો આપવામાં આવતી હતી પરંતુ આ વખતે દરેક સાંસદને માત્ર એક જ ટીકીટ આપવાનો નિર્ણય લેવાયો છે. જેથી શપથવિધી સમારોહમાં મહેમાનોની સંખ્યા 1200 થી વધુ નહિ હોય. શપથવિધી ગ્રહણ કર્યા બાદ જો બાઈડન ઈનોગરલ ભાષણ પણ આપશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply