કોરોના વાયરસની ઉત્પત્તિની જાણ કરવા ચીન પહોંચી WHO ની ટીમ
Live TV
-
દુનિયાભરમાં ફેલાયેલ કોરોના વાયરસની ઉત્પત્તિને લઈને વિશ્વ સંગઠનની એક એક્સપર્ટ્સની ટીમ વુહાન પહોંચી છે. WHO ની ટીમ શરૂઆતી મામલામાં સંક્રમણનો સંભવિત સ્ત્રોતની સ્થિતિની પુષ્ટિ કરવા અભ્યાસ શરુ કરી દીધો છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં નેતૃત્વ હેઠળ દસ વિશેષજ્ઞોની એક આંતરરાષ્ટ્રીય ટીમ ગુરુવારે ચીનનાં વુહાન પહોંચી. આ ટીમ પુષ્ટિ કરશે કે કોરોના વાયરસની ઉત્પત્તિ વુહાનમાં થઇ હતી કે નહીં. શરૂઆતી આનાકાની અને આંતરરાષ્ટ્રીય દબાવના સામે જુકતા ચીને WHO ની ટીમને ચીન આવવાની મંજૂરી આપી. દસ વૈજ્ઞાનિકોની ટીમે વુહાનમાં બે અઠવાડિયા ક્વોરેન્ટાઇન રહેવું પડશે. તે બાદ જ તેઓ કામની શરૂઆત કરી શકશે.
કોરોના વાયરસ ક્યાંથી શરુ થયો એ ઘણો મોટો મુદ્દો છે. 2019 માં વુહાનમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. વુહાન શહેર પર એ આરોપ છે કે વુહાનમાં સ્થિત લેબોરેટરીમાંથી જ વૈશ્વિક મહામારીનું કારણ બનનાર કોરોના વાયરસ ઉત્પન્ન થયો અને અહિયાથી જ વિશ્વભરમાં ફેલાયો.
