Skip to main content
Settings Settings for Dark

WHOની ટિમ ચીનના વુહાનની મુલાકાત લેશે

Live TV

X
  • કોરોના જયારે વિશ્વભરમાં ભયંકર રીતે ફેલાયો હતો અને હાલ પણ તેનું સંકરણ યથાવત છે એ વચ્ચે WHOની ટિમ ચીનના વુહાનની મુલાકાત લેશે

     WHO કોરોના મહામારીને લઇ ગુરૂવારે કોરોનાના ઉદ્ભવ સ્થાન ચીનના વુહાનમાં તપાસ માટે પહોચશે. વિશ્વમાં કોરોના મહામારીનો સૌ પ્રથમ કેસ ચીનના વુહાન શહેરમાં ડિસેમ્બર 2019માં જોવા મળ્યો હતો. અને ત્યાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. કોરોના જયારે વિશ્વભરમાં ભયંકર રીતે ફેલાયો હતો અને હાલ પણ તેનું સંકરણ યથાવત છે. ત્યારે આ વાઇરસની રસી બનાવાઈ રહી છે અને રસી વધુ સારું પરિણામ આપી શકે તે માટે એ જગ્યાની તાપસ માટે WHO ચીન પોંહચશે. આ મહામારી કેવી રીતે વિશ્વમાં ફેલાઇ તે અંગેની તપાસ માટે WHOની ટીમ ચીનના વુહાન જય રહી છે. ચીનના વિદેશ મંત્રાલયે મંગળવારે આ અંગે માહિતી આપવામાં આવી હતી. આ સાથે અન્ય કોઇ પણ સ્થાન પર WHOની ટીમ તપાસ કરશે કે નહિ તેની કોઇ જાણકારી આપી નથી. WHOના પ્રમુખે અગાઉ વુહાનની મુલાકાત નહીં થઈ શકવાને કારણે નિરાશા વ્યક્ત કરી હતી....જો કે ચીને WHOને વુહાનની તપાસ માટે આમંત્રણ આપ્યું છે...ત્યારે અનેક દેશોના વૈજ્ઞાનિકો કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં કેવી રીતે પહોંચી તે અંગે પૂરતી તપાસ કરાશે. સૌ પ્રથમ સંક્રમણ થયેલા વુહાન શહેરમાં કેવી રીતે કોરોના મહામારી પ્રસરી અંગે તપાસ કરાશે. જો કે ચીને અગાઉ ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. અને ડિસેમ્બર -2019 બાદ સમગ્ર વિશ્વમાં આ મહામારી ફેલાઇ હતી. જેના કારણે વિશ્વમાં 9 કરોડથી વધુ લોકો સંક્રમણનો ભોગ બન્યા હતા. અને 2 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply