જાકાર્તાથી પોન્ટિઆક જવા ઉડાન ભરેલા વિમાનનો સંપર્ક તૂટ્યો; ખોજ ટીમને મળ્યા બે બ્લેક બોક્ષ
Live TV
-
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યા પછી શનિવારે એક વિમાન ક્રેશ થવાની સક્યતા દર્શાવવામાં આવી હતી. સમાચાર એજન્સી સિન્હુઆએ સ્થાનિક મીડિયાને ટાંકીને જણાવ્યુ હતું કે, ઇન્ડોનેશિયાના શ્રીવિજયા એરનું પ્રવાસી વિમાન જાકાર્તાથી થોડી દૂર જતા પાણીમાં દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. શ્રીવિજયા એરની આ ફ્લાઇટ નંબર એસ જે-182નો ઉડાન ભર્યાના થોડા સમય પછી જ કંટ્રોલ રૂમની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કુલ 62 વ્યક્તિઓ સવાર હતા. શ્રીવિજયાનું એરના વિમાને ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તાથી ઇંડોનેશિયા દેશના જ બોર્નિયા દ્વિપ સ્થિત પશ્ચિમ કાલિમંથન પ્રાંતની રાજધાની પોન્ટિઆક જવા માટે ઉડાન ભરી હતી. એક સમાચાર એજન્સીના અહેવાલમાં જણાવ્યુ છે કે, સંપર્ક તૂટી ગયા બાદ બોઈંગ B 373 -500 વિમાનની શોધખોળ હાથ ધરાઈ હતી, જેમાં આ વિમાનનો કાટમાળ જાવાના સમુદ્રમાંથી મળી આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, જકાર્તાથી ઉડાન ભર્યા બાદ ગણતરીના મિનિટોમાં જ વિમાન સાથેનો સંપર્ક તુટી ગયો હતો અને વિમાન પોન્ટિઆક પહોંચે તે પહેલા સમુદ્રમાં ક્રેશ થયું હતું.
